[ગઝલ.] નિકરી અચે….!

માડૂ ભલેંજો તાં ભલો ઈતિહાસ નિકરી અચે,

પણ-કો પનું પુસ્તી મિંજા પ ખાસ નિકરી અચે.

રસ્તા ખુલા વેં, નેં ડિસું ડૉય ભલેં વેં ખુલ્યું,

પ-ભંધ કેંજી મુઠમેં આકાશ નિકરી અચે.

શ્રદ્ધા હકીકતમેં બરૂકી હોયતી ભાગ્યનું,

નાઈયર મિંજા ઈં ડિસૉ વિસવાસ નિકરી અચે.

નેં ખોધણું કીં પ જરૂરી નાંય શમસાન કે,

જીરેં વટે મૉભતજી હિત લાશ નિકરી અચે.

“સ્વપ્ન” રખે આય જિંધગી ભરલ હવાજો ફુગો.

દોરો છુટેતો કો મથાનેં શ્વાસ નિકરી અચે.

લાલજી મેવાડા “સ્વપ્ન”

સવાલ-જભાભ

અછાંસ

કડેંક ખબર નં પૅ તીં, થીએં વિઠા સવાલ જભાભ,

કેર કેંકે પુછે ! કડેં પુછે, કુલાય પછે ! ?

        અખીયેં જા ઍસારા, ખિવણજા ચમકારા,

        પ્રશ્ને જા પટારા, …મીં જા ડીં ..કારા..

ધરતી અભ કે પુછે, અભ મીં કે પુછે,

મીં વડરી કે પુછે, નેં વડરી ખિવણ કે…..!

ખિવણ ખીખાડ઼ા કરે નેં..! બર બધેનેં ઉન ભેંણીજી..

બારી મ્યા…ઢોયણી તે….હેકલી સુતલ હોથલ કે પુછે. ?

“ઑઢો માડૂ ક !! કુરો આય ?”

જુકો વરસારે મેં ઘરેં નાંય !

ઍડ઼ીયું કિઈક હોથલું…કેં કે નતીયું પુછે. !

“મીં મેં પુછાજે ક ! પુસાજે ?”

ડૉ. રમેશ ભટ્ટ “રશ્મિ”.

મર્યો નં હો…..

ગજ઼્લ

ઘટમેં મિંજાંઈં મિંજ જ બર્યો નં હો.
ત-પાયંણ થિઇ હિમાલય ગર્યો નં હો.

ઇતરે જ બુડી રિઈ અસાંજી કાગ઼રજી કસ્તી,
નેપે ભુતમેં મુધલ કેં ભાર ભર્યો નં હો.

ફુલ નેં સુગંધ છુટા થિઇ વ્યા, ભેરા નં થ્યા,
અસાંકે તાં સજણેં વિગર સર્યો નં હો.

લુછેં તા મિડ઼ે હિતે મોક્ષલા, કુલા ?,
જિંધગીમેં કુરો કીં પ બર્યો ન હો ?.

અસીં તાં મિડ઼ૅ ડિઇ ડીંયૂં કો ઠગ઼ે તૅનૂ મૉર,
પ-અસાં અગ઼ીયા હથ કેં ધર્યો નં હો.

નાં સેં નં વિસવાસસેં તર્યા વા પાયણાં,
આં મૂં વટા પંજકો પ તર્યો નં હો,

રામ જડેં નિકરી વ્યો ઇનજે ઘટ મિંજા તડેં !
નિકા રામ વટા પ રાવણ મર્યો નં હો.

લિખંધે તાં લિખી વિધેં લાલજી લમી ગજ઼્લ,
સમંજધલ સમંજધા “સ્વપ્ન’’ કીં ચર્યો નં હો.

લાલજી મેવાડા “સ્વપ્ન’’

“જંઢો”

[ગીત]
જંઢો જાનસેં પ્યારો અસાંકે જંઢો જાનસેં પ્યારો. (ટેક)
વલો ઘર વતન અસાંકે, વલો દેશ ધૂલારો,
તેં કનાં પ વિશેષ વલો, કિઈ ઘણૂં સલારો….અસાંકે..

જગમગ અંધર જ્યોત જાધજી, કરેતી અફૅકો ઊજારો,
સા-ઉસાસેંમેં ફિરકે વિઠો, હરધમ હીંયેં ભટારો…અસાંકે.

શાંતિ ભક્તિનેં શૌર્યજો સાથી, હિકડ઼ાઈજો સધીયારો,
વસ્તીજી હિન વાડ઼ાબંધીમેં, કેંનૂં નાંય નિડારો…અસાંકે..

મહાસાગર જ્યૂં લૅરીયૂં મૂંકે, વતનલા કરીએં ઍશારો,
વે મં નેં તૂં વેસા મં ખણ મૂંલા. પતી વિઞ તૂં પરબારો…અસાંકે…

ઘૂઘાટ કરેતો ઘટમેં અસાંજે, વલપજો વરસારો,
કુલભાન અસાંજી જાન “સ્વપ્ન”હી, જનમોજનમ જનમારો..

અસાંકે જંઢો જાનસેં પ્યારો..

લાલજી મેવાડા “સ્વપ્ન”